અમરેલી જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી રહ્યો છે. થોડા દિવસો પહેલા તાપમાનનો પારો ૪૪ ડિગ્રી ઉપર જતા જિલ્લાવાસીઓ અકળાઈ ઉઠ્યા હતા. જિલ્લામાં રવિવારે ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત થઈ હતી પરંતુ પવનો પણ લૂં ફેંકતા હોવાથી ગરમીની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. ગરમીને કારણે ઠંડા પીણાના વેપારીઓને ત્યાં ભારે ટ્રાફિક જાવા મળ્યો છે. જા કે ટૂંક સમયમાં ગરમીમાં થોડો ઘટાડો થશે તેવુ હવામાન ખાતાએ જણાવ્યું હતુ.








































