અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત તથા શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ)ખાતે કાર્યરત ડી. એચ. કાબરીયા આર્ટસ મહિલા કોલેજ-અમરેલીનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું BA (PSY) સેમ.-VI યુનિવર્સિટી પરિણામ ૯૪% આવ્યું છે અને કોલેજે ૧૦૦% ડિસ્ટીંક્શન મેળવ્યું છે.આ પરિણામમાં અકબરી ક્રિનલ જે. ૯૩.૪૫% મેળવીને કોલેજ ફર્સ્ટ, ચૌહાણ દ્રષ્ટિ પી. ૯૨.૯૧% સાથે કોલેજ સેકન્ડ તેમજ ગૌસ્વામી જીનલ કે. ૯૨.૭૩% સાથે કોલેજ થર્ડ રહ્યા છે. ૯૪% પરિણામ સાથે ૧૦૦% ડિસ્ટીંક્શન મેળવવા બદલ શ્રી અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી ડી. એચ. કાબરીયા આર્ટસ મહિલા કોલેજ તરફથી સ્ટાફ, સ્ટુડન્ટ્સ અને રેન્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.






































