સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય ગણેશ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત આજે ગણેશભક્તો માટે અનોખા અને આકર્ષક દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે.વી. મોદી હાઈસ્કૂલ પાછળના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં આજે રૂ. ૨૧ લાખની ચલણી નોટોથી વિશેષ શણગાર કરાયેલા ગણપતિજીના દર્શન ભક્તોને કરાવવામાં આવશે. આ ઉપરાંત ગણપતિ બાપ્પાને સાત અલગ-અલગ કરન્સીમાં કુલ રૂ. ૧૦ લાખની રકમથી વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. ‘લખપતિ ગણપતિ’ તરીકે આ શણગાર ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અનોખા શણગાર અને ભવ્ય આયોજનને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની સંભાવના છે. ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તિમય વાતાવરણમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.