અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ એએકસબી સાથે જાડાયેલા ગેરકાયદેસર સટ્ટાબાજી અને મની લોન્ડરિંગના એક વિશાળ રેકેટની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને પીએમએલએ હેઠળ ઔપચારિક ફરિયાદ નોંધી છે.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી છે કે માત્ર ત્રણ બેંક ખાતાઓમાં જ ૫૫૦ કરોડ રૂપિયાથી વધુની લેવડ-દેવડ થઈ છે. આ રકમ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી (ખાસ કરીને ૧ટમ્ીં પ્લેટફોર્મ દ્વારા)માંથી ઉભી થયેલી હોવાની શંકા છે. આ રકમને કાયદેસર દેખાડવા માટે મની લોન્ડરિંગની અત્યાધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી.
સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ રેકેટમાં એક રેપિડો બાઈક ડ્રાઈવર પ્રદીપ ઓડના બેંક ખાતાનો ભારે ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રદીપ ઓડના ખાતામાં ૩૦૦ કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ડ્રાઈવર સામાન્ય રીતે રોજિંદા કામધંધા માટે બાઈક ચલાવતો હતો, પરંતુ તેના ખાતાને મની મ્યુલ એકાઉન્ટ તરીકે વાપરીને અબજા રૂપિયાના ગેરકાયદેસર નાણાં ફેરવવામાં આવ્યા હતા.
કિરણ પરમાર ઉર્ફે લાલો પણ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે. તેણે અનેક બેંક ખાતાઓ ખોલાવીને તેનું ઓપરેશન ચલાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.રેકેટના કેટલાક ભાગમાં શેરબજારમાં કૃત્રિમ ટ્રેડિંગ કરીને પણ પૈસા લોન્ડર કરવાના પ્રયાસો થયા હોવાની શંકા છે.આ મામલે પીએમએલએ હેઠળ ગુનો નોંધાયો છે, જેના કારણે તપાસ વધુ કડક અને વ્યાપક બની છે.










































