સાવરકુંડલા પંથકમાં ઠંડીની શરૂઆત સાથે જ નિશાચરો સક્રિય થયા છે. શેલણા ગામે પૂજારીના ઘરમાં ત્રાટકેલા ચોર ઇસમો રૂ. ૪૯,૧૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે શેલણા ગામે રહેતા શરદભારથી બાલાભારથી ગૌસ્વામી (ઉ.વ.૪૩)એ ભંગારની ફેરી કરતા અને પાલીતાણામાં રહેતા શ્યામભાઈ ઉર્ફે શંભુભાઈ અતુભાઈ પટેલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના રહેણાંક ઘરના કબાટમાં રાખેલા રોકડા રૂ.૪૩,૮૦૦, પગમાં પહેરવાના કતવડાની જોડી. તુલસી ક્યારો, ચાંદીની ગાય તથા સાહેદ સામતભાઈ પ્રેમજીભાઈ બગડાના રહેણાંક મકાનેથી કબાટમાંથી રોકડા ૮૦૦, ચાંદીના છડા મળી કુલ રૂ.૪૯,૧૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વંડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી ડી ગોહીલ વધુ તપાસ કરી રહ્યા
છે.