લાઠીના હાવતડ ગામના ખેડૂતને સોનાનું સાચું મોતી આપી વિશ્વાસમાં લીધા બાદ ખોટો સોનાનો દાગીનો આપી રૂ. ૨.૨૦ લાખની ઠગાઈ આચરવામાં આવી હતી. આ અંગે મધુભાઈ માવજીભાઈ રંઘોળીયા (ઉ.વ.૫૨)એ બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ખેડૂતના ઘરે આવી શરૂઆતમાં સોનાનું સાચું મોતી આપ્યું હતું. ત્યારબાદ તેમને લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા અને ખોટો સોનાનો દાગીનો આપી વિશ્વાસઘાત કરી રૂ. ૨,૨૦,૦૦૦ રોકડા મેળવી ઠગાઈ આચરી હતી. બંને આરોપીઓએ પોતાનો આર્થિક લાભ મેળવવાના સમાન ઈરાદાથી આ ગુનો આચર્યો હતો. બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના પી. આઈ. એમ. બી. ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































