રાજુલાના અમરાપરા-૨ ગામેથી પોલીસે ૧૨૯ બોટલ વિદેશી દારૂ પકડી પાડ્‌યો હતો. અહીં રહેતા કનુભાઇ જોધાભાઇ શિયાળ (ઉ.વ.૨૯) ના રહેણાંક મકાનમાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૨૯ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ.૪૭,૦૭૩/- નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત, જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી ૩૩ લોકો દેશી દારૂ સાથે ઝડપાયા હતા, જ્યારે ભરડ ગામેથી દેશી દારૂ બનાવવાનો ૨૫૦ લીટર આથો મળી આવ્યો હતો. તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૨૦ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા મળી આવ્યા હતા.