બાબરાના તાઇવદર ગામે રહેતા સંજયભાઈ લખમણભાઈ સરવૈયા (ઉ.વ.૩૫)એ સુરેશભાઈ નનકાભાઈ શાખ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સુરેશભાઈ નનકાભાઈ શાખ તેમના ઘર પાસે બજારમાં કપચીના ઢગલા પાસે બેઠા હતા. તેઓ તગારામાં કપચી ભરતા હતા. જેથી આરોપીએ તેમને મને માટી ઉડશે તો તને દેખાતું નથી તેમ કહી માથાકૂટ કરી ગાળો આપી હતી. ઉપરાંત જાનથી મારવાની ધમકી આપી હતી.





































