આગામી મહિને યોજાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની એક મેચ દિલ્હીની બહાર ખસેડવામાં આવી શકે છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનએ ૧૩ ડિસેમ્બરે અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી ભારત-શ્રીલંકા વનડેનું આયોજન કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને સ્થાનાંતરિત કરવા વિનંતી કરી છે. સુત્રો અનુસાર,ડીડીસીએના એક સૂત્રએ જણાવ્યું હતું કે એસોસિએશને આ બાબતની સત્તાવાર રીતે બીસીસીઆઇને જાણ કરી છે. આ પાછળના મુખ્ય કારણો સ્ટેડિયમમાં ચાલી રહેલ નવીનીકરણ કાર્ય અને ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ છે.
ડીડીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે અરુણ જેટલી સ્ટેડિયમ હાલમાં સમારકામ અને નવીનીકરણ હેઠળ છે. તેથી, ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન મુશ્કેલ બનશે. વધુમાં, શિયાળા દરમિયાન દિલ્હીમાં હવામાનની Âસ્થતિ પણ મેચમાં અવરોધ લાવી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, એસોસિએશને બીસીસીઆઇને જાણ કરી છે કે તે ૧૩ ડિસેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મેચનું આયોજન કરવાની સ્થિતિમાં નથી. બોર્ડના નિર્ણયની હવે રાહ જાવાઈ રહી છે.
શ્રીલંકાની ટીમ આવતા મહિને ભારતનો પ્રવાસ કરશે, જ્યાં બંને દેશો ત્રણ વનડે અને ત્રણ ટી ૨૦ આંતરરાષ્ટÙીય મેચ રમશે. સમયપત્રક મુજબ,વનડે શ્રેણીની પહેલી મેચ ૧૩ ડિસેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવાની છે. બીજી વનડે બેંગલુરુમાં અને ત્રીજી અમદાવાદમાં રમાશે. જાકે, ડીડીસીએની વિનંતીને પગલે, દિલ્હીમાં યોજાનારી પહેલી વનડેના સ્થળમાં ફેરફાર થવાની શક્યતા છે.ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની ટી ૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી ૩-૨થી જીતી હતી. હવે, શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની વનડે શ્રેણી રમશે.વનડે શ્રેણીની પહેલી મેચ બુધવારે ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.