દામનગર ખાતે શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરના હોલમાં માધવ કલા વૃંદ દ્વારા પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના નિષ્ણાંત તબીબ રાજકોટના ડો. પ્રતિભાબેન, ડો. ઉત્તમ પટેલનો નેચરોથેરાપી કેમ્પ યોજાયો હતો. જેનો દામનગર શહેર અને આજુબાજુની ગ્રામ્ય જનતાના વડીલોએ બહોળા પ્રમાણમાં લાભ મેળવ્યો હતો. માધવ કલા વૃંદ દ્વારા ફ્રી સ્માર્ટ નેચરોથેરાપી કેમ્પમાં અનેક પરેશાનીઓ ધરાવતા દર્દીઓને એકસ્પર્ટ થેરાપીસ્ટ કોચ દ્વારા ”સ્માર્ટથેરાપી અને સ્માર્ટ ડીવાઈસ” દ્વારા શરીરના જટીલ દુઃખાવાની અસરકારક સારવાર કોઈપણ પ્રકારની આડઅસર વગર કરવામાં આવી હતી. આ સેવા યજ્ઞનો પ્રારંભ દીપ પ્રાગટય અભયભાઈ હકાણી સહિતના લોકોના હસ્તે કરાયું હતું.