ગાયત્રી પરિવાર ટ્રસ્ટ-ચલાલા દ્વારા તાજેતરમાં ૨૭૦મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પના પ્રારંભે સંસ્થાના વડા પૂ. ડો. રતિદાદા તથા ડોકટરો દ્વારા દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું. પૂ. ડો. રતિદાદાએ બધાને સારૂ થઇ જાય પછી બીજાનું ભલું કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્યસન મુક્ત રહેવું, સત્યનું પાલન કરવું અને બધા સાથે હળી-મળીને રહેવું તેવું જણાવેલ. આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી ડો. વાઘેલાએ કરી હતી. જે પૈકી ૩૫ દર્દીઓને રણછોડદાસબાપુ હોસ્પિટલ ખાતે લઇ જઈ અને ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો. અવનીબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પૂરી આપવામાં આવી હતી. દીકરીઓ માટે હરિબા મહિલા આટ્ર્સ, કોમર્સ, બી.સી.એ. કોલેજમાં પ્રવેશ કાર્ય ચાલુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ, સેવા અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ વિજેતા મંજુબા તથા શીતલબેન વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.