ઊના તાલુકાના મોટા ડેસર ગામની કન્યા પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના સામે આવી છે. ૨૭ મેના રોજ કેટલાક બાળકો દીવાલ કૂદીને શાળામાં પ્રવેશ્યા હતા અને સામગ્રી વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું હતું. શાળા ખૂલતા વર્ગખંડોમાં નુકસાન અને બે ઝ્રઝ્ર્ફ કેમેરા ગુમ જણાતાં પ્રથમ દ્રષ્ટિએ ચોરીની આશંકા હતી, પરંતુ cctv ફૂટેજ તપાસતા મોટા ડેસર કુમાર શાળાના સગીર વયના બાળકો તોડફોડ કરતા હોવાનું ખૂલ્યું હતું. ઊના તાલુકા શિક્ષણાધિકારી હસમુખભાઈ વાઢેરે સ્પષ્ટ કર્યું કે આ ચોરી નથી, પણ બાળકોએ રમત-રમતમાં નુકસાન કર્યું છે. બાળકો સગીર હોવાથી આચાર્યએ પોલીસમાં અરજી કરી છે, અને પોલીસે તપાસ કરી ગુમ થયેલા કેમેરા કબજે કર્યા છે.





































