અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળેથી વિદેશી દારૂ ઝડપ્યો હતો. બગસરા-જુનાગઢ હાઇવે પાસે આવેલ જે.કે.ઓઇલ મીલ પાસે રોડ ઉપરથી અમરેલી એલસીબી ટીમે રહીમભાઇ આમદભાઇ સૈયદને ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૬ બોટલ સાથે ઝડપી પાડ્‌યો હતો.તેણે આ જથ્થો બગસરાના અક્ષયરાજભાઇ બટુકભાઇ ધાધલ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. સાવરકુંડલામાં નેસડી રોડ પીકઅપ બસ્ટેશન પાસેથી પ્રતિકભાઇ ઉર્ફે મોરલી કાળુભાઇ આંબલીયા (ઉ.વ.૩૫) વિવિધ બ્રાંડની ૧૧ બોટલ સાથે ઝડપાયો હતો. સાવરકુંડલા ખાટકીવાસની સામેથી એક યુવક ત્રણ બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે ત્રણેય સ્થળેથી મળીને ૩૮૯૯ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં ચાર મહિલા સહિત ૧૦ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં નશામાં ચૂર થઈને ફરતાં ૯ ઈસમો પકડાયા હતા.