અમરેલીના રોકડીયા હનુમાનપરા પ્રાથમિક શાળા ખાતે તારીખ ૧૦-૯-૨૦૨૬ના રોજ જાણીતા બાળ નિષ્ણાંત ડો. નિતીન ત્રિવેદી દ્વારા ઓજસ હેલ્થ અંતર્ગત ઓજસ પોષણ, ઓજસ માનસ અને ઓજસ સક્ષમ વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાલવાટિકાથી ધોરણ નવ સુધીના બાળકોને પોષણક્ષમ આહાર, નિયમિત વ્યાયામ, માનસિક સ્વાસ્થ્ય, લોકો સાથે સારો વ્યવહાર અને સારી જીવનશૈલી અપનાવી જીવનમાં આગળ વધવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોમાં પણ મનોરોગનું પ્રમાણ વધતું જોવા મળતું હોવાથી ઓટીઝમ વિશે પણ સમજ આપવામાં આવી હતી. શાળાના બહેન શીતલબેન દવેના ધોરણ બેમાં અભ્યાસ કરતા ઓટીઝમના ચિન્હો ધરાવતા વિદ્યાર્થી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આનંદભાઈ ભટ્ટે કર્યું હતું. અંતે શીતલબેન દવે દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ અંગે શાળાના આચાર્ય દિનેશભાઈ વ્યાસે અખબારી યાદીમાં નોંધ કરી હતી.