અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ૨૬ એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ અને અસંતોષની જ્વાળાઓ ફાટી નીકળી છે. જેમાં પક્ષના સત્તાવાર ઉમેદવારોની યાદી બહાર પડતા જ અનેક વિસ્તારોમાં કાર્યકરોમાં ટિકિટ ન મળવા બદલ ભારે રોષ અને નારાજગી જાવા મળી રહી છે. આ આંતરિક કલહને કારણે પક્ષની શિસ્ત સામે પણ સવાલો ઊભા થયા છે. શહેરભરમાં રાજકીય માહોલ ગરમાયો છે.
પાલડી વોર્ડમાં સ્થિતિ એટલી હદે વણસી હતી કે ભાજપને છેલ્લી ઘડીએ ટિકિટ બદલવાની નોબત આવી પડી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આશિષ શાહના સ્થાને હવે મનપાના પૂર્વ ચેરમેન જયનિષ વકીલને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે. પક્ષના આ ફેરફારથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે શું આ નિર્ણય કાર્યકરોના દબાણને વશ થઈને લેવામાં આવ્યો છે કે કોઈ અન્ય આંતરિક સમીકરણો જવાબદાર છે.

જ્યારે ચાંદખેડા વોર્ડમાં ભાજપ માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. અહીં હરિ પ્રકાશ શર્માને ઉમેદવાર તરીકે જાહેર કરવાની પ્રબળ માંગ ઊઠી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળતા કાર્યકરો અને સમર્થકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિવાદ હવે મેદાન પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સુધી પહોંચી ગયો છે, જ્યાં એક પ્રકારનું ‘સોશિયલ મીડિયા વોર’ શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર જા હરિ પ્રકાશ શર્માને ટિકિટ નહીં મળે, તો ભાજપને વોટ નહીં મળે તેવા સૂત્રોચ્ચાર સાથે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિરોધની લહેરે સમગ્ર વિસ્તારનું રાજકીય તાપમાન વધારી દીધું છે.
વિરોધનું વંટોળ એટલું મોટું છે કે ચાંદખેડા વિસ્તારની અંદાજે ૨૦૦ જેટલી સોસાયટીઓએ હરિ પ્રકાશને ટેકો જાહેર કર્યો છે. આ સોસાયટીઓ દ્વારા સોશિયલ મીડિયા પર એવું પણ વહેતું કરવામાં આવ્યું છે કે જા તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રીતે ચૂંટણીનો બહિષ્કાર કરશે. આમ, અમદાવાદ મનપાની યાદી બાદ ભાજપમાં લાગેલો આ ભડકો આગામી ચૂંટણીના પરિણામો પર શું અસર કરે છે તે જાવું રસપ્રદ રહેશે. પક્ષ માટે આંતરિક અસંતોષ શાંત કરવો અને મતદારોનો વિશ્વાસ જાળવી રાખવો સૌથી મોટો પડકાર બની રહ્યો છે.