અમદાવાદમાં પાર્ટી ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે થી અમદાવાદ શહેર પોલીસ ની ઝોન-૭ એલસીબી ને સફળતા મળવા પામી છે ઝોન ૭ એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે પોલીસે વાસણા વિસ્તારમાંથી એમ ડી ડ્રગ્સ સપ્લાય થવાનું છે અને આ બાતમીના આધારે પોલીસે એક વોચ ગોઠવી હતી. જેમાં મૂળ મધ્યપ્રદેશ ના ૩૬ વર્ષીય ડ્રગ્સ પેડલર સાબિર ઝફર શેખની ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપી પાસેથી ૧૯૪ ગ્રામ ૭૮૦ મિલીગ્રામ હાઈ-ક્વોલિટી એમ.ડી. ડ્રગ્સ જપ્ત કરાયું છે, જેની સરકારી ચોપડે અંદાજિત કિંમત ૨.૩૭ લાખ થવા પામી છે. ઝોન ૭ એલસીબી પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ સહિત કુલ ૫.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપી સાબિર શેખ ની પૂછ પરછ હાથ ધરી હતી.
આરોપી ડ્રગ્સ પેડલર સાબિર ઝફર શેખની પોલીસ પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઝડપાયેલો આરોપી સાબિર મૂળ મંદસૌરમાં મસાલા ફેક્ટરી અને ડ્રાઇવિંગનું કામ કરે છે, પરંતુ એક્સ્ટ્રા રૂપિયા કમાવવાની લાલચે તે ડ્રગ પેડલર બની ગયો હતો. ડ્રગ્સ પેડલર સાબિર ઝફર શેખ તેના ૧૦ વર્ષ જૂના મિત્ર અને મુખ્ય ડ્રગ ડીલર ઈમરાન પઠાણના કહેવાથી આ જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો.
મુખ્ય આરોપી ઈમરાન પઠાણ તેને એક ડિલિવરીના ૫,૦૦૦ આપતો હતો. આ બંને શાતિર આરોપીઓ પોલીસ ટ્રેકિંગથી બચવા માટે માત્ર ટેલિગ્રામ અને વોટ્‌સએપ કોલિંગનો જ ઉપયોગ કરતા હોવા નું પણ પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે. અમદાવાદમાં ડિલિવરી થાય તે પહેલા જ એલસીબી ઝોન ૭ એ આ આખા મધ્યપ્રદેશ થી ગુજરાત ના ડ્રગ્સ નેટવર્કને શોધી કાઢ્યું છે પોલીસને શંકા છે કે મુખ્ય સૂત્રધાર ઈમરાન પઠાણ પાસે સાબિર જેવા અન્ય અનેક પેડલર્સનું નેટવર્ક છે, જે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ સપ્લાય કરે છે.
હાલમાં મુખ્ય આરોપી ઈમરાન પઠાણને પકડી લેવા માટે અમદાવાદ પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના મંદસૌર તપાસ હાથ ધરી છે જેથી એમપી-ગુજરાત ડ્રગ્સ સપ્લાય ચેઈનનો સંપૂર્ણ પર્દાફાશ કરી શકાય ત્યારે મુખ્ય આરોપી ઈમરાન પઠાણ પકડાયા બાદ વધુ ખુલાસા આ ડ્રગ્સ ડિલિવરી કેસ માં થઈ શકે છે.