બિહારના મોકામાના ભૂતપૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને તેમની પત્ની નીલમ દેવીને JDUમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ RJDએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. RJDએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ૨૦૨૪ના ફ્લોર ટેસ્ટ વખતે પક્ષપલટો કરનારા નેતાઓને “દેશદ્રોહી” ગણાવ્યા છે.
RJDએ લખ્યું કે સત્તા માટે પક્ષ સાથે દગો કરનારાઓને હવે તેમના જ કર્મોની સજા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન નીલમ દેવીએ વિપક્ષી બેન્ચ છોડીને શાસક NDA સરકારની તરફેણમાં મતદાન કર્યું હતું.