અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સિરીઝ GJ 14 AT Z ૦૦૦૧થી ૯૯૯૯ માટે ઈ-ઓક્શન યોજવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી તા.૨ ડિસેમ્બરના સાંજે ૪ થી તા.૪ ડિસેમ્બરના સાંજે ૪ વાગ્યા સુધી કરી શકાશે. બિડિંગ પ્રક્રિયા તા.૪ થી ૬ ડિસેમ્બર સુધી ચાલશે અને પરિણામ ૬ ડિસેમ્બરે જાહેર કરાશે. અરજદારોએ પરિવહન પોર્ટલ પર નોંધણી કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. સફળ અરજદારોએ પાંચ દિવસમાં બાકીની રકમ ભરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં નાણાં નહીં ભરનારની જમા રકમ જપ્ત કરાશે. ઈ-ઓક્શન અંગેનો માર્ગદર્શક વીડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. આ અંગે અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ યાદીમાં જણાવ્યું છે.







































