બાબરાના મીયા ખીજડીયા ગામેથી એક યુવતી ભરબપોરે ઘરેથી ચાલી નીકળી હતી. ભીખાભાઈ નાનજીભાઈ ચાવડા (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી વસંતીબેન (ઉ.વ.૨૨) બપોરના આશરે બે વાગ્યાથી સાંજના ચાર વાગ્યા દરમિયાન ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જયદેવસિંહ ચંદુભા સોલંકી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.







































