સાવરકુંડલાના જેસર રોડની બિસ્માર હાલતને કારણે નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઊડતાં રહીશો, વેપારીઓ અને રાહદારીઓ પરેશાન બન્યા છે. નવી ગટરલાઈનની કામગીરી દરમિયાન જૂનો રસ્તો તોડ્‌યા બાદ મેટલિંગ અને આર.સી.સી.ની કામગીરી કરાઈ હતી, પરંતુ માર્ગ પર ધૂળનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે બાળકો અને વૃધ્ધોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. આ મામલે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયાએ નગરપાલિકામાં રજૂઆત કરી તાત્કાલિક ટેકનિકલ તપાસ કરાવી નિયમ મુજબ પાકો ડામર રોડ બનાવવાની માંગ કરી છે.