ઉનામાં રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે સામતેર બાયપાસથી કાણકબરડા બાયપાસ સુધી સીસી રોડ બનાવવામાં આવશે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. રોડ બનવાથી સામતેર, કાણકબરડા સહિત આસપાસનાં ગામોના ખેડૂતો અને વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળશે તેમજ ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. પ્રસંગે સરપંચ
લખનભાઈ જાદવ, ઉપસરપંચ સંજયભાઈ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






































