સાવરકુંડલા શહેરના જાહેર માર્ગ પર રાહદારીઓ અને વાહનવ્યવહારને અડચણરૂપ થાય તે રીતે લારી ઊભી રાખી ટ્રાફિક સમસ્યા સર્જનાર શખ્સ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી રોડ પર ટાવર સામે એક યુવકે પોતાના કબજાની હાથ-પગમાં પહેરવાના મોજા ભરેલી લારી જાહેર રસ્તા પર એવી રીતે ઊભી રાખી હતી કે જેનાથી આવતા-જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી તેમજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેથી પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.