સાવરકુંડલામાં રહેતા ધર્મેશભાઈ મુકેશભાઈ ટાંક (ઉં.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, આકેશભાઈ અનિલભાઈ ટાંક (ઉં.વ.૩૯) પોતાના હવાલાવાળું મોટરસાયકલ લઈને જૂનાસાવર ગામ તરફ જતા હતા. તે દરમિયાન ભુવા ગામથી આગળ આશરે અડધો કિલોમીટર દૂર જૂનાસાવર તરફ જતા રોડ પર તેમણે પોતાનું મોટરસાયકલ પૂરઝડપે અને બેફિકરાઈથી, માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ઢોર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એલ. ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.