કોડીનારની સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ૭, ગુજરાત નૌકાદળ એકમ, વેરાવળના નેજા હેઠળ યોજાયેલા રાષ્ટ્રીય કેડેટ દળ (એન.સી.સી.)ના ૧૦ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરનું તા.૨૧ નવેમ્બરનાં રોજ સમાપન થયું હતું. અંતિમ દિવસે સાંસ્કૃતિક સંધ્યા અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કરશનભાઈ સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કેડેટ્સે દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિને લગતા કાર્યક્રમો રજૂ કર્યા હતા.
વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા કેડેટ્સને પુરસ્કાર અપાયા હતા. શિબિરમાં ૩૦૦થી વધુ કેડેટ્સ જોડાયા હતા. શાળા સંચાલક મંડળ અને સ્ટાફના સહયોગ બદલ આભાર વ્યક્ત કરાયો હતો.







































