ઉના તાલુકાના સામતેર ગામે લક્ષ્મીનારાયણ મંદિરમાં પરંપરાગત તુલસી વિવાહ યોજાયો હતો. આ પ્રસંગે બળદગાડામાં ભગવાનની જાન કાઢવામાં આવી હતી. ઢોલ-નગારાના નાદ સાથે નીકળેલી જાન ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. સામતેર સહિત આસપાસનાં ગામોના મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વરપક્ષે નિલેશભાઈ બાંભણિયા અને કન્યાપક્ષે ગોપાલભાઈ ગોહિલ યજમાન બન્યા હતા. શાસ્ત્રોક્ત વિધિથી તુલસીજી અને શાલિગ્રામ ભગવાનનાં લગ્ન સંપન્ન કરાયાં હતાં.






































