બગસરામાં તુલસી વિવાહના પવિત્ર પર્વ નિમિત્તે શકમાર્કેટ પાસે તુલસીના અંદાજે ૨,૦૦૦ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકરો અને બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ ધાર્મિક મહ¥વ હોવાથી તુલસી વિવાહના દિવસે રોપાનું વિતરણ કરવાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો અને નાગરિકોએ તુલસીના રોપા મેળવ્યા હતા. આયોજકોએ આ પ્રવૃત્તિને પર્યાવરણ અને ધાર્મિક ભાવના સાથે જોડાયેલું સેવાકાર્ય ગણાવ્યું હતું.