અમરેલીમાં સોશિયલ મીડિયા પર લોહાણા સમાજ અંગે અભદ્ર કોમેન્ટ કરવાના મામલે વિવાદ સર્જાયો છે. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમરેલીના હિરેન મશરૂએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, “અમારે લોહાણા સમાજના મુખ્યમંત્રી નથી જોતા, એક બે ધારાસભ્ય બનવા દેજો.” આ પોસ્ટ પર ‘ાટ્ઠર્હ જરીંટ્ઠ’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી લોહાણા સમાજ અંગે અભદ્ર કોમેન્ટ કરવામાં આવી હતી. ફરિયાદમાં આ કોમેન્ટથી સમાજનું અપમાન થયું હોવા ઉપરાંત સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મોટી સંખ્યામાં યુવાનો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે સંબંધિત એકાઉન્ટની ઓળખ અને કોમેન્ટ અંગે તપાસ શરૂ કરી છે.




































