વેલિંગ્ટનમાં બેસિન રિઝર્વ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં, ભારતીય ઝડપી બોલરોએ મજબૂત શરૂઆત કરી, યજમાન ટીમને શરૂઆતના ફટકાનો સામનો કરવો પડ્યો. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતને પહેલી જ ઓવરમાં જ પહેલી સફળતા મળી જ્યારે જસપ્રીત બુમરાહે કિવી કેપ્ટન ટોમ લેથમને શૂન્ય રન પર ક્લીન બોલ્ડ કર્યો. ત્યારબાદ પરત ફરતા યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે પોતાની સચોટ લાઇન અને લેન્થથી તબાહી મચાવી, અને બીજા ઓપનિંગ બેટ્‌સમેન ડેવોન કોનવેને વિકેટકીપર ઋષભ પંત દ્વારા માત્ર ૪ રનમાં કેચ કરાવીને ભારતને બીજી મોટી સફળતા અપાવી.
શરૂઆતના બે આંચકા પછી, ભારતીય ટીમ પાસે ન્યૂઝીલેન્ડને સંપૂર્ણપણે પાછળ છોડી દેવાની અને ત્રીજી વિકેટ લેવાની સુવર્ણ તક હતી, પરંતુ ન લેવાની ભૂલ ભારત માટે મોંઘી સાબિત થઈ. હકીકતમાં, ઇનિંગની ૧૧મી ઓવરના પાંચમા બોલ પર, અંશુલ કંબોજે ઓફ સ્ટમ્પની બહાર એક સારી લંબાઈનો બોલ ફેક્યો, જે રચિન રવિન્દ્રના બેટની બહારની ધારને સ્પર્શી ગયો અને પાછળ ગયો.ભારતીય ખેલાડીઓએ કેચ માટે જારદાર અપીલ કરી, અને ઋષભ પંતને સ્ટમ્પ માઈકમાં કહેતા સાંભળવામાં આવ્યો કે થોડો અવાજ આવી રહ્યો છે, જ્યારે તેણે સંકેત આપ્યો કે જા અવાજ હોય તો તે બેટમાંથી હોવો જાઈએ. જા કે, અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યા પછી, કેપ્ટન શુભમન ગિલ અને ટીમે રિવ્યુ ન લેવાનો નિર્ણય લીધો.
આ નિર્ણય ભારત માટે મોંઘો સાબિત થયો જ્યારે અલ્ટ્રાએજ રિપ્લેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું કે બોલ રચિન રવિન્દ્રના બેટની બહારની ધાર પર ગયો હતો. જા ભારતીય ટીમે તે સમયે રિવ્યુ લીધો હોત, તો રચિન રવિન્દ્રને પેવેલિયન પરત ફરવું પડત, જેનાથી ભારતને ત્રીજી મોટી સફળતા મળી હોત.જાકે, રચિન રવિન્દ્ર લાંબા સમય સુધી આ જીવનરેખાનો લાભ લઈ શક્યો નહીં, અને ઝડપી બોલર આકાશ દીપ તેને ઋષભ પંતના હાથે કેચ કરાવીને ભારતને ત્રીજી સફળતા અપાવી. રવિન્દ્રએ ૫૦ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૧૫ રન બનાવ્યા.