અમરેલીના વર્ષો જૂના સોસાયટી વિસ્તારોમાં આવેલા સાર્વજનિક પ્લોટોને મૂળ માલિકના રાજીનામા વગર ડેવલપ કરવા ખાસ કિસ્સામાં મંજૂરી આપવા માંગ કરાઈ છે. અમરેલી પાલિકાના કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય દ્વારા રાજ્ય મંત્રી, ધારાસભ્ય અને કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે. પ્લોટ વિકાસ માટે કલેક્ટર કચેરી દ્વારા મૂળ માલિકના રાજીનામા કે ર્દ્ગંઝ્રની શરત મુકાય છે. પરંતુ ૨૦થી ૪૦ વર્ષ જૂની આ સોસાયટીઓના મૂળ માલિકો હયાત ન હોવા કે વારસદારો ન મળવાથી રાજીનામું મેળવવું અશક્ય બન્યું છે, જેના કારણે પ્લોટો બિનઉપયોગી રહી દબાણનો ભોગ બની રહ્યા છે.
આ સમસ્યાના ઉકેલ માટે, લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ પ્લોટો પર રહીશોના ઠરાવ અને સહમતીના આધારે મૂળ માલિકના રાજીનામાની શરતમાંથી મુક્તિ આપી વિકાસ કાર્યો માટે ખાસ મંજૂરી અપાય તેવી અપીલ કરાઈ છે. સાથે જ, રાજ્યની તમામ નગરપાલિકાઓના આ પ્રશ્નના કાયમી નિવારણ માટે સરકાર દ્વારા સ્પષ્ટ નીતિવિષયક પરિપત્ર બહાર પાડવા નાગરિક હિતમાં વિનંતી કરાઈ છે.








































