અમરેલી શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા રાજકમલ ચોક પાસે જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ અને જોખમરૂપ થાય તે રીતે ઓટોરિક્ષા પાર્ક કરનાર ચાલક વિરુધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા. ૧૬ નવેમ્બરના રોજ સાંજના સમયે જિલ્લા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ શિવાભાઈ સોલંકી પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સરદાર ચોક વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક અતુલભાઈ ઉકાભાઈ ખીમાણી પોતાની ઓટોરિક્ષા (નં. GJ-૧૪-Y-૨૫૮૪) જાહેર રોડ પર આડેધડ ઊભી રાખી ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ઊભો કરતા મળી આવ્યા હતા.રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા જોખમાય તે રીતે વાહન પાર્ક કરવા બદલ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.