અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસે પ્રોહીબિશન અંગે સઘન ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમિટ વગર કેફી પીણું (દારૂ) પીધેલી હાલતમાં જાહેરમાં ઝડપાયેલા પાંચ શખ્સો વિરુધ્ધ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.ખાંભાના નવા માલકનેશ ગામેથી માવજીભાઈ જાદવ, બાબરાના મોટા દેવળીયા ગામેથી કિશોરભાઈ દાફડા, લીલીયા ટાઉનમાંથી સંજયભાઈ ઓગાણીયા, અમરેલી ગ્રામ્યના ગાવડકા ગામમાંથી જગદીશભાઈ રાઠોડ અને રાજુલા ટાઉનમાંથી હિરેનભાઈ વાળાને પોલીસે પકડી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વિના નશાની હાલતમાં જાહેરમાં મળી આવ્યા હતા. પોલીસે તમામ વિરુધ્ધ પ્રોહીબિશન કલમ ૬૬(૧)બી મુજબ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






































