રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૧૬ નવેમ્બરના રોજ સાંજે ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ ધાખડા પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન દેવકા ગામના રોહિતભાઈ ચિમનભાઈ ગુજરીયા (ઉ.વ.૨૨) પોતાની હોન્ડા એસ.પી. શાઈન બાઇક (GJ-૧૪-BM-૩૦૯૯) અત્યંત પૂરઝડપે ચલાવતા મળી આવ્યો હતો.પોલીસે યુવાનને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આમ, પોલીસની કડક કાર્યવાહીને કારણે રાજુલા પંથકમાં પૂર ઝડપે બાઈક ચલાવતા નબીરાઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ હજુ પણ બેફિકરાઈભર્યુ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળ્યુ છે.







































