પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જેલની અંદર પોતાના જીવનો ભય વ્યક્ત કર્યો છે. ખાને ચેતવણી આપી છે કે તેમની બગડતી તબિયત તેમના મૃત્યુ તરફ દોરી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમને અને તેમની પત્ની બુશરા બીબીને યોગ્ય સારવાર મળી રહી નથી. ઈમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩ થી જેલમાં છે. દેશના ટોચના ન્યાયાધીશોને સંબોધિત એક ખુલ્લા પત્રમાં, ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાને તેમના જીવન માટે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, “હું કદાચ જીવતો બહાર નહીં આવી શકું.”
તેમના વકીલ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં, ઈમરાન ખાને ટોચના ન્યાયાધીશોને તેમના અને તેમની પત્ની માટે યોગ્ય તબીબી સારવારની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. ઈમરાન ખાનના વકીલ, સલમાન સફદરે, એકસ પરનો પત્ર શેર કર્યો હતો. સફદર તેમની સાથે ૨ નવેમ્બર અને ૧૧ નવેમ્બરના રોજ અડિયાલા જેલમાં મળ્યા હતા.
ઇમરાન ખાને કહ્યું કે તેમનો જીવ જાખમમાં છે. “૭૪ વર્ષની ઉંમરે, આ ચાલુ પરિસ્થિતિ મને એવી જગ્યાએ લઈ જઈ રહી છે જ્યાંથી હું જીવતો પાછો ફરી શકું નહીં.” ખાને કહ્યું કે તેમણે તેમની જમણી આંખમાં ૮૫ ટકા દ્રષ્ટિ ગુમાવી દીધી છે. તેમણે મગજમાં રક્તસ્રાવ અથવા કાર્ડિયાક અરેસ્ટ થવાના જાખમનો પણ ઉલ્લેખ કર્યો. ખાને એવો પણ દાવો કર્યો કે તેમની પત્ની બુશરી બીબી પણ દ્રષ્ટિ ગુમાવી રહી છે.
ખાને કહ્યું કે જેલમાં લાંબા સમય સુધી એકાંત કેદ અને અન્ય લોકો સાથે વાતચીતના અભાવે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી છે. તેમણે કહ્યું કે તેમને તેમની પત્નીને મળવાની પણ મંજૂરી નથી, જે જેલમાં છે. ઇમરાન ખાને પોતાના અને તેમની પત્ની માટે યોગ્ય સારવારની માંગ કરી. તેમણે કહ્યું કે તેમની સારવાર અંગેના અગાઉના કોર્ટના આદેશોનો અમલ થવો જાઈએ.ઇમરાન ખાને એમ પણ કહ્યું કે તેઓ આ પત્ર ભૂતપૂર્વ વડા પ્રધાન કે કોઈ રાજકીય પક્ષના વડા તરીકે લખી રહ્યા નથી. ખાને વધુમાં કહ્યું કે તેમણે ક્રિકેટ, સમાજસેવા અને જાહેર સેવા દ્વારા પોતાનું જીવન પાકિસ્તાનને સમર્પિત કર્યું છે.
હું માનનીય ન્યાયાધીશો પાસેથી કોઈ ઉપકાર માંગતો નથી. ન્યાયના નામે હું ફક્ત એટલું જ માંગું છું કે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવે અને આપણને આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે યોગ્ય સારવાર મળે.
ઇમરાન ખાન જેલમાં કેમ છે?ઇમરાન ખાન ૫ ઓગસ્ટથી જેલમાં છે. તેમની પત્ની, બુશરા બીબીની ૧૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.તોશાખાના-૨ કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને ૧૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.પીટીઆઈ નેતાને અન્ય કેસોમાં પણ સજા ફટકારવામાં આવી છે. જાકે, એક સિવાયની બધી સજાઓ પર રોક લગાવવામાં આવી છે અથવા તેને રદ કરવામાં આવી છે.ઇમરાન ખાન અને તેમની પાર્ટી, પીટીઆઈ, વારંવાર કહી ચૂકી છે કે તેઓ રાજકીય કારણોસર જેલમાં છે.







































