અમરેલી જિલ્લામાં દારૂની બદીને ડામવા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ
સાથે બે શખ્સોને ઝડપી પાડ્‌યા છે. ગત તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૬ ના રોજ જાફરાબાદ મરીન પોલીસે રોહિસા ગામે જૂનીગરબી ચોક પાસેથી ગોપાલભાઇ ભાયાભાઇ કોટડીયાને એક લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૨૦૦) સાથે ઝડપી લીધો હતો.બીજા બનાવમાં અમરેલી રૂરલ પોલીસે જાળીયા ગામે દરોડો પાડી હાઈસ્કૂલ સામે રહેતા શાયરભાઈ
રમેશભાઈ વાઘેલાને છ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૧૧૨૦) સાથે પકડી પાડ્‌યો હતો. બંને પોલીસ સ્ટેશનોમાં
આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.