લીલીયા તાલુકાના ભેંસવડી ગામે આશરે ૨૫૦ વર્ષ જૂના સ્વયંભૂ પ્રગટ ખોખલા મહાદેવ (ભેંસવડિયા મહાદેવ) મંદિરનો ૧૫થી ૧૭ નવેમ્બર દરમિયાન જીણાધ્ધર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમસ્ત ભેંસવડી ગામ સેવા સમિતિ દ્વારા ૧૩ અને ૧૪ નવેમ્બરે ગામની પવિત્રતા માટે માલઢોર સહિત સમગ્ર ગામ ખાલી કરી દૂધની ધારાવાડીનું આયોજન કરાયું હતું.પંડિત જયદીપદાદા જાની દ્વારા ધાર્મિક વિધિઓ કરાવવામાં આવી હતી. મહોત્સવનો પ્રારંભ શિવકથાકાર ગીરીબાપુના હસ્તે જળાભિષેક સાથે થયો હતો. પાંચ દિવસીય ઉત્સવમાં રૂપલમાં, ઉષામૈયા, યોગીની મહેશ્વરીનાથજી સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. આ ઉત્સવમાં રાજયમંત્રી કૌશિક વેકરીયા, મહેશ કસવાળા અને પ્રતાપ દુધાત સહિતના આગેવાનો હાજર રહેશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામની દીકરીઓ પણ પીયર આવી ઉત્સવમાં ભાગ લેશે.