રાજુલા શહેરની ૧૨૫ વર્ષથી વધુ પ્રાચીન ધર્મશાળામાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર, ગોકુળેશ્વર મહાદેવ મંદિર અને રામદરબારમાં પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શન અને આરતી યોજાઈ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. દીપકભાઈ ઠક્કર, શ્યામભાઈ ઠક્કર, ગોપાલભાઈ મધુભાઈ સહિત શહેરના અગ્રણીઓ, વેપારીઓ અને બહોળી સંખ્યામાં માતાઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હિતેશદાદા જાખરા દ્વારા વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વર્ષો જૂની આ ધર્મશાળામાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શ્રધ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.