અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે કેરીયા રોડ, કલરવ હોસ્પિટલની પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે ગંજીપત્તાના ૫૨ પાના અને રોકડા રૂ.૧૨,૬૯૦ કબજે કર્યા છે.પકડાયેલા આરોપીઓમાં ધર્મેશભાઇ બુધેલીયા, હશુંભાઇ સોલંકી, મહેશભાઇ ગોંડલીયા, મહેશદાસ દાણીધારીયા અને રાજુભાઇ મુંધવાનો સમાવેશ થાય છે. તમામ વિરુધ્ધ જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.