અમરેલી ખાતે સુર્યા ગાર્ડનમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની સૂચના તથા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ બસીયા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાજુભાઈ ભૂતૈયા અને મયુરભાઈ માંજરીયા, જિલ્લા મોરચાના પ્રભારી પાર્થભાઈ ગોંડલીયા, પ્રમુખ સાગરભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.આ બેઠકમાં બક્ષીપંચ સમાજના સર્વાંગી વિકાસ, સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા તેમજ ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.આગામી કાર્યક્રમોના આયોજન અને કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી વધારવા માટે પણ માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં જિલ્લા અને મંડળના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ સૌ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.




































