જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ મહાવિદ્યાલય, મોટા ભંડારિયા ખાતે SSIP ૨.૦ અંતર્ગત બૌદ્ધિક સંપદા અધિકારો IPR અને કૃષિ સ્ટાર્ટઅપ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા તથા બૌદ્ધિક સંપદા અધિકારો અંગે જાગૃતિ લાવી વિચારોને વ્યવસાયમાં બદલવાનો હતો. કુલપતિ ડા. વી. પી. ચોવટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડા. પી. ડી. કુમાવત, ડા. ડી. એસ. કેલૈયા, ડા. સી. ડી. લખલાણી, ડા. આર. બી. માદરિયા, ડા. બી. સ્વામિનાથન અને ડા. હિરેન ઢોલરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગસાહસિક સંજયભાઈ સાવલિયાએ વ્યવસાયિક અનુભવો વહેંચી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રના પડકારો સામે ઇનોવેશનની ભૂમિકા સમજાઈ હતી. કાર્યક્રમનું સંકલન ડા. એસ. એસ. સપ્રે, ડા. વી. સી. ગઢિયા અને ડા. વી. વી. અગ્રાવત દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.





































