વેરાવળ તાલુકાના લુંભા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતના બે પ્રવેશદ્વારોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પર્યાવરણ સંવર્ધનના હેતુથી ગામમાં ૨૦૦ વૃક્ષોનું વાવેતર પણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







































