જાફરાબાદ મામલતદાર ઓફિસની પાછળ આવેલી પાનની દુકાનમાંથી દારૂના ચપટા મળી આવ્યા હતા. જયદીપભાઈ જેસાભાઈ રાઠોડ (ઉં.વ.૨૧)ની દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડના ૨૪ ચપટા મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૩,૧૦૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, લીલીયા અને રાજુલામાંથી બે-બે લિટર મળી કુલ ચાર લિટર દેશી દારૂ પકડાયો હતો.
તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૧૦ ઈસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા મળી આવ્યા હતા.






































