ધારીમાં એક વેપારીની કારનો કાચ ઈંટ મારીને તોડતાં રૂ. ૧૫,૦૦૦ નું નુકસાન થયું હતું.બનાવ
અંગે આશિષભાઈ હસ્તીમલભાઈ જૈન (ઉં.વ.૩૭) એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે પોતાની માલિકીની ટોયોટા કંપનીની ઈનોવા ક્રિસ્ટા રાત્રિના સમયે પોતાના ઘર પાસે જાહેર જગ્યામાં પાર્ક કરી હતી. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે ગાડીનો પાછળનો કાચ ઈંટ વડે તોડી અંદાજે રૂ. ૧૫,૦૦૦નું નુકસાન કર્યું હતું.ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જોરૂભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































