ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ રાજકોટ શહેરના નોર્થ, વેસ્ટ, ઈસ્ટ અને સાઉથ એમ ચારેય ઝોનમાં પારિવારિક અને સુરક્ષિત માહોલમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે. ચારેય ગ્રાઉન્ડ્‌સ પર દરરોજ હજારો ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડતાં શહેર ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયું છે.પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ તમામ વયના ખેલૈયાઓ હાથમાં ધ્વજ સાથે મા ખોડલની પ્રતિમા સમક્ષ ગરબે ઘૂમી રહ્યા છે. ખેલૈયાઓ માટે હાઈ-ટેક સાઉન્ડ, આકર્ષક લાઈટિંગ, સ્મોક તથા સ્પેશિયલ કન્ફેટી ઈફેક્ટ્‌સ અને ડ્રોન કેમેરાથી લાઈવ કવરેજ જેવી અદ્યતન વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. આ સાથે સીસીટીવી, બાઉન્સર્સ, તબીબી સેવા અને ર્પાકિંગ સહિતની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઈ છે.