અમરેલીના અજમેરા સ્કૂલ ખાતે વર્ષ ૨૦૨૬ના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અંગ્રેજી વિષયના શિક્ષક કેતનકુમાર પ્રવીણચંદ્ર જોશીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ કામદાર અને આચાર્ય કંચનબહેન બારૈયાની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ટ્રસ્ટ વતી મોમેન્ટો અને શિલ્ડ અર્પણ કરી કેતનભાઈનું અભિવાદન કરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ડો. ભરતભાઈ કાનાબારે સહિત ઉપસ્થિત મહેમાનોએ શિક્ષણ ક્ષેત્રે તેમની સિદ્ધિને બિરદાવી હતી.િ દપકભાઈ વઘાસિયા, ડો. કાલિન્દીબેન પરીખ, ચંદ્રેશભાઈ બોરીસાગર અને વિમલભાઈ મહેતાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. કેતનભાઈએ ભાવપૂર્ણ પ્રતિભાવ રજૂ કર્યો હતો. રમીલાબેન રાઠોડ અને દિવ્યાબેન કારેટીયાએ સંચાલન કર્યું હતું. સમગ્ર અજમેરા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.