લાઠીના માલવીયા પીપરીયા ગામેથી એક યુવતી ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી નહોતી. આ અંગે રમેશભાઈ ઉકાભાઈ વાડદોરિયા (ઉં.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી રિદ્ધિ (ઉં.વ.૨૧) ઘરેથી કોઈને કહ્યા વગર નીકળ્યા બાદ પરત ફરી નહોતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડિયા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.





































