ખાંભાના પીપળવા ગામે પત્ની રિસામણે ચાલી જતાં મનમાં લાગી આવવાથી એક યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવ અંગે દિનેશભાઈ બચુભાઈ ઝાલા (ઉ.વ.૫૦)એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ, તેમના પુત્ર જયદીપભાઈ દિનેશભાઈ ઝાલા (ઉ.વ.૨૩)ના પત્ની છેલ્લા ત્રણ-ચાર દિવસથી પિયરમાં રિસામણે ગયાં હતાં.આ વાતનું મનમાં લાગી આવતાં જયદીપભાઈએ ખાંભાના રસ્તે આવેલા રાંદલ માતાના મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ. પી. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.