અમદાવાદ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી)ને નશાકારક પદાર્થોની ગેરકાયદે તસ્કરી સામે એક મોટી અને મહ¥વપૂર્ણ સફળતા સાંપડી છે. બાતમીના આધારે ર્જીંય્ની ટીમે ધોળકા રોડ પરથી એક શંકાસ્પદ ટ્રકને આંતરીને તપાસ હાથ ધરતાં તેમાંથી ૧.૫૪ કરોડ રૂપિયાથી વધુની મત્તાનો મુદ્દામાલ અને પોસ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે.સિટી ગાઇડ જુઓ
મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમે ધોળકા રોડ પર બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદે પોસ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વજન કરાવતાં ૩૭ જેટલા કોથળાઓમાંથી કુલ ૭૦૦ કિલો પોસ ડોડા મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ૧,૦૪,૫૦,૦૦૦ રૂપિયાથી વધુ થાય છે. પોલીસે ગેરકાયદે નશીલા પદાર્થ સાથે ૨૦ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક તથા અન્ય સાધન-સામગ્રી મળીને કુલ ૧.૫૪ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પોસ ડોડાનો આ મોટો જથ્થો મધ્ય પ્રદેશથી ભરીને કચ્છ તરફ સપ્લાય કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ ટ્રકના માલિક ભેરારામ રામારામ તરડ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી અટકાયત હેઠળ લીધો છે. આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ મધ્ય પ્રદેશથી કોણે રવાના કર્યો હતો અને કચ્છમાં કયા ડ્રગ્સ માફિયા કે સ્થાનિક બુટલેગરને સપ્લાય કરવાનો હતો તે દિશામાં એસઓજી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીની આકરા પાણીએ પૂછપરછ હાથ ધરીને આંતરરાજ્ય નશાના કારોબારનું નેટવર્ક ખુલ્લું પાડવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.