જેતલપુર (અમદાવાદ) ખાતે યોજાયેલી SGFI રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં કોડીનારની સોમનાથ એકેડમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ૬ સુવર્ણ, ૧ રજત અને ૬ કાંસ્ય મળી કુલ ૧૩ મેડલ મેળવ્યા છે. કોચ હિતેશ બારડ અને તન્વી બારડના માર્ગદર્શન હેઠળ મેળવેલ આ સિદ્ધિ બદલ ટ્રસ્ટી કરસનભાઈ સોલંકી તથા શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.


































