સાવરકુંડલાના વંડાની પી.પી.એસ. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલા તાલુકા કક્ષાના ‘ખેલ મહાકુંભ ૨૦૨૬’માં અદભુત પ્રદર્શન કરીને શાળા અને ગામનું નામ સમગ્ર તાલુકામાં રોશન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોમાં પોતાનું ઉત્કૃષ્ટ કૌવત ઝળકાવીને અનેક ઇનામો અને અઢળક રોકડ પુરસ્કારો જીતી લીધા હતા. વોલીબોલમાં અંડર-૧૭ (બહેનો)ની ટીમે દ્વિતીય ક્રમ, ઓપન એજ ગ્રુપ (બહેનો)ની ટીમે પ્રથમ ક્રમ અને ઓપન એજ ગ્રુપ (ભાઈઓ)ની ટીમે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. એથ્લેટિક્સમાં ભાઈઓના અંડર-૧૭ ગ્રુપમાંઃ ખસિયા યતિને ઊંચી કૂદમાં દ્વિતીય, લોલડીયા ભીમે બરછીફેંક અને ૧૫૦૦ મીટર દોડ બંનેમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઓપન એજ ગ્રુપઃ મકવાણા આકાશે ઊંચી કૂદમાં પ્રથમ અને લાંબી કૂદમાં દ્વિતીય, બાંભણીયા ઉત્સવે ઊંચી કૂદમાં દ્વિતીય અને લાંબી કૂદમાં તૃતીય, વાળસૂર સુમિતે ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય તેમજ સરવૈયા ભાર્ગવે ૪૦૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે. બહેનોનાઅંડર-૧૪ ગ્રુપમાંઃ બાંભણીયા નિરાલીએ ૪૦૦ મીટર દોડમાં પ્રથમ, મેવાડા ઉર્વશીએ ઊંચી કૂદમાં દ્વિતીય અને ખેરાળા ધારાએ લાંબી કૂદમાં તૃતીય ક્રમ મેળવ્યો છે. અંડર-૧૭ ગ્રુપઃ આંકોલિયા ઋચિકાએ લંગડી ફાળકૂદમાં પ્રથમ અને લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ, મેર કુંજલે ઊંચી કૂદમાં તૃતીય તથા રાઠોડ ધ્રુવીએ ગોળાફેંકમાં ચોથો ક્રમ મેળવ્યો છે. ઓપન એજ ગ્રુપઃ ધાખડા કિરણે ૨૦૦ મીટર દોડમાં પ્રથમ અને લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા અને આચાર્ય સંજયભાઈ ચૌહાણે તમામ વિજેતા ખેલાડીઓ તથા પી.ટી. શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.