અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં માર્ગ અકસ્માતો નિવારવા વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે પરના અનધિકૃત મીડિયન કટ, ર્પાકિંગ અને દબાણો દૂર કરવા સઘન ડ્રાઈવ યોજવા સૂચના આપી હતી. અમરેલી બાયપાસ પરના દબાણો દૂર કરવા પણ સંબંધિત સત્તાવાળાઓને જણાવાયું હતું. આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસને ઓવર સ્પીડ, હેલ્મેટ વિના વાહનચાલન, ઓવરલોડિંગ, PUC-વીમા વગરના વાહનો, અનધિકૃત LED લાઈટ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે સઘન ચેકિંગ કરવા સૂચના અપાઈ હતી. કૃષિ વાહનોમાં રેડિયમ રિફ્‌લેક્ટર ફરજિયાત રાખવા જણાવાયું હતું. રસ્તાની કામગીરી દરમિયાન યોગ્ય ડાયવર્ઝન બોર્ડ, થર્મોપ્લાસ્ટિક પટ્ટા અને કેટ-આઈ લગાવવા તથા હાઈવે વૃક્ષોનું ટ્રીમીંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં એસ.પી. સંજય ખરાત સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.